• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • રાષ્ટ્રિયકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભિલોડાની ટ્વિંકલને ગોલ્ડ મેડલ

રાષ્ટ્રિયકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભિલોડાની ટ્વિંકલને ગોલ્ડ મેડલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમથારીયાગામની અને આર.જે. તન્ના પ્રેરણા વિદ્યામંદિર ખાતે ધો-9 માં અભ્યાસ કરતી ટ્વિંકલ બુવલે રાષ્ટ્રિય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતને ગોલ્ડમેડલ અપાવતાં જીલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી હતી.

62 મી નેશનલ સ્કૂલ ગેલમ સ્પર્ધા તાજેતરમાં કર્ણાટકના બેંગ્લુરુ ખાતે યોજાઇ હતી. ટીમનું પ્રતિનિધિત્વ કરી રહેલ ભિલોડાની પ્રેરણા વિદ્યામંદિરની ટ્વિંકલ બુવાલે હેન્ડબોલ સ્પર્ધામાં પ્રથમ સ્થળ સાથે ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો હતો. જિલ્લાને ગૌરવ અપાવનાર બેસ્ટ સ્પર્ધકને ઇન.જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા સન્માન કર્યુ હતુ. તે પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી હર્ષા ઠાકોર, શાળા સંચાલક દામુભાઇ પટેલ, ભિલોડાના ડેપ્યુટી સરપંચ ભીખાભાઇ પટેલ સહિતનો સ્ટાફ પરિવાર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...