વિજયનગરમાં રાત્રિ રોકાણ કરતી બસના કંડક્ટરનું એટેકથી મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકાના બાલેટા ગામના અને ભિલોડા એસ.ટી. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું વિજયનગરમાં રાત્રિ રોકાણ દરમિયાન હાર્ટએટેકને કારણે મોત નિપજ્યું હતું.

બાલેટા ગામના નવજીભાઇ નાનજીભાઇ ગામેતી (ઉ.વ.52) ભિલોડા ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હોવાથી શુક્રવારે ગાંધીનગર-વિજયનગર બસ લઇને વિજયનગર આવ્યા હતા. રાત્રિ રોકાણ દરમિયાન સાડા ત્રણ વાગ્યે છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમને વિજયનગર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...