• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • જન્મદાત્રીને મોતની ભેટ| 9 મહિના કોખમાં દીકરો નહીં, પોતાના મોતને ઉછેર્યું

જન્મદાત્રીને મોતની ભેટ| 9 મહિના કોખમાં દીકરો નહીં, પોતાના મોતને ઉછેર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાનાકિશનગઢ ગામમાં સગ્ગી જનેતાને ડાકણ માનીને પુત્રએ ગળું વેતરી નાખ્યું હોવાની ચકચારી ઘટના બહાર આવતાં અરેરાટી પ્રસરી છે. નવ-નવ મહિના કોખમાં ઉછેરીને જેને મોટો કર્યો દીકરો યમરાજ બનશે એવી તો મૃતક વૃદ્ધાને કલ્પના પણ ક્યાંથી હોય. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં પુત્ર,પૌત્ર અને પૌત્રવધૂ સામે ફીટકાર વરસ્યો છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પછાત વિસ્તારોમાં હજુ પણ અંધશ્રધ્ધાનું ભૂત ધૂણે છે, ત્યારે મહિલાઓને ડાકણ માની તેમની હત્યા કરવામાં આવે છે. દરમિયાન શુક્રવારે ભિલોડા તાલુકાના કિશનગઢ નજીક આવેલ ચિંતામણી મંદિર પાસેથી એક મહિલાની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે અંગે ભિલોડા પોલીસે તપાસ કરતા મહિલાની હત્યા તેણીના પુત્ર, પૌત્ર અને પુત્રવધૂએ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

કિશનગઢ નજીક આવેલ કાળીડુંગરીના નંદુબેન દિતાભાઇ તબિયાર (90)ને તેમના પરિવારજનો ડાકણ માનતા હતા. જેના કારણે અવારનવાર બોલાચાલી પણ થતી હતી. દરમિયાન નંદુબેનના પુત્ર લક્ષ્મણ દિતાજી તબિયાર, પૌત્ર પ્રિતેશ લક્ષ્મણભાઇ તબિયાર અને પુત્રવધૂ વર્ષા પ્રિતેશ તબિયારે નંદુબેન ડાકણ હોવાનો વહેમ રાખી તેમની તિક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું.

અંગે કિશનગઢ ગામના રત્નાજી દિતાજી તબિયારને ખબર પડતા તેમણે ભિલોડા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે જાણ કરી હતી. જેથી પી.એસ.આઇ. ઝાલા તથા તેમના સ્ટાફે ચિંતામણી મંદિર પાસેથી હત્યા કરાયેલી લાશ કબજે લીધી હતી અને પ્રાથમિક તપાસ દરમિયાન નંદુબેનની હત્યા તેમના પુત્ર લક્ષ્મણ તબિયાર, પ્રિતેશ તબિયાર અને વર્ષાબેન તબિયારે ડાકણનો વહેમ રાખીને કરી હોવાનું જણાતા ત્રણેય જણાની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

નંદુબેન અલગ રહેતાં હતાં

મૃતકનંદુબેનતેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રથી બાજુમાં આવેલા અલગ મકાનમાં લાંબા સમયથી એકલા રહેતા હતા.

કિશનગઢ નજીક આવેલ ચિંતામણી મંદિર પાસેથી એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ગામલોકો એકઠા થઇ ગયા હતા. /કૌશિક સોની

અન્ય સમાચારો પણ છે...