ભિલોડા માર્કેટયાર્ડ અનાજની 2000 બોરી આવકથી ધમધમ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીજિલ્લાના ભિલોડા તાલુકા મથકે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છેલ્લા બે દિવસથી મગફળી, ઘઉં, મગની આવકથી ધમધમી રહ્યુ છે. ખેડૂતોને પોતાના અનાજનો ભાવ વધુ મળે તે માટે એપીએમસી ચેરમેન સહિત પદાધિકારીઓ, વેપારીઓ હરાજીમાં ઉભા રહે છે. ગુજરાત પુરવઠા નિગમ દ્વારા 60 હજાર ઘઉંની બોરીની ખરીદી કરી અરવલ્લી જિલ્લામાં પ્રથમ ખરીદ કેન્દ્ર બન્યું છે.

અંગે માર્કેટયાર્ડના ચેરમેન હિતેન્દ્રસિંહ સિસોદીયા, ગલબાભાઇ પ્રજાપતિએ જણાવ્યુ કે, બે દિવસથી માર્કેટયાર્ડમાં મગફળી, મગની 2 હજાર બોરીની આવક થઇ રહી છે. ગુજરાત પુરવઠા નિગમ દ્વારા ઘઉં ખરીદ કેન્દ્રમાં 60 હજાર બોરીની ખરીદી થતાં અરવલ્લી જિલ્લામાં વધુ ખરીદ કેન્દ્ર બન્યુ છે. શનિવારે ખેડૂતો વહેલી સવારથી ખાનગી વાહનો દ્વારા મગફળીના વેચાણ માટે લાંબી લાઇનોમાં ઉભા રહી હરાજીમાં ભાગ લીધો હતો. શનિવારે મગફળીનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.1060 તથા મગનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.1430 મળતા ખેડૂતોને વધુ ભાવ મળ્યા હતા.

છેલ્લા બે દિવસથી અનાજની ભારે આવક થઇ રહી છે. /કૌશિક સોની

અન્ય સમાચારો પણ છે...