તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂા.2.34 કરોડના દારૂ સાથે પકડાયેલા બેના રિમાન્ડ મંજુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજીપોલીસ અને ગાંધીનગર સી.આઇ.ડી. ક્રાઈમ પોલીસે મંગળવારે શામળાજી પાસેથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા રૂા.2.34 કરોડના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ ટ્રકો પકડી પાડી હતી. ત્યારબાદ દારૂ ભરી આવતા સુરતસિંગ કરમચંદ જાટ (રહેવાસી, સુચેતગઢ જમ્મુ) અને વિશ્રામભાઈ સોમાભાઈ ડામોર (રહેવાસી, ભવાનપુર, તાલુકો ભિલોડા)ની અટકાયત કરી હતી.

બંને શખ્સોને શામળાજી પી.એસ.આઇ. એચ.પી.ઝાલા દ્વારા બુધવારે સાંજે ભિલોડા ખાતેની જ્યુડીશીયલ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરાયા હતા. ત્યારે નામદાર કોર્ટે બંને આરોપીઓના આગામી 26 તારીખ સુધી 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...