• Gujarati News
  • રાયપુરના યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપીઓ ઝબ્બે

રાયપુરના યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપીઓ ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી નજીક આવેલા રાયપુર બસ સ્ટેશન પાસે ગત ૧૯ મે ના રોજ રાયપુર ગામનાજ એક યુવાનની બાઇકની સાઇડ કાપવાના મામલે ઝઘડો થતાં હત્યા કરાઇ હતી. આ યુવાનની હત્યા બાદ હત્યારાઓ ભાગી છુટયા હતા. દરમિયાન શામળાજી પોલીસે આ હત્યા અંગે અજાણ્યા ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારબાદ શુક્રવારે હત્યામાં સામેલ ડોડીયાસરના ત્રણ શખ્સોને પકડી પાડયા હતા.
આ અંગે શામળાજી પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભિલોડા તાલુકાના અને શામળાજી નજીક આવેલા રાયપુર ગામના મહેન્દ્રભાઇ સોનાભાઇ અસારીની ગત ૧૯ મે ના રોજ રાત્રિના સમયે અજાણ્યા ત્રણ શખ્સોએ તી ણ હથિયારના ઘા મારી હત્યા કરાયા બાદ ભાગી છુટયા હતા. બનાવની જાણ કરતા શામળાજીં પોલીસે ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ હત્યામાં સામેલ હત્યારાઓને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જે આધારે શુકવારે સવારે ૧૦.૩૦ વાગ્યાના સુમારે હત્યામાં સામેલ ડોડીસરા ગામના મહેશભાઇ બદાભાઇ તેમજ ચિમન ઉર્ફે બબલુની તથા ગુલશનભાઇ સોમાભાઇ ડુંડની પીએસઆઇ એમ. ડી. ચંન્દ્રાવાડીયાએ ધરપકડ કરાયા બાદ રીમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ છે.
શામળાજી પાસે આવેલા ડોડીસરા ગામના ત્રણ યુવાનોને પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. તસ્વીર : વિપુલ રણા