• Gujarati News
  • ભિલોડાથી ઇડર જવાના ૨૭ કિ.મી.ના માર્ગ પર ૪૦ સ્પિડબ્રેકર

ભિલોડાથી ઇડર જવાના ૨૭ કિ.મી.ના માર્ગ પર ૪૦ સ્પિડબ્રેકર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાથઅી ઇડર જવાના ૨૭ કી.મી. ના માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૪૦ થી વધુ સ્પિડબ્રેકર બનાવી દેતા વાહનચાલકોને પસાર થવામાં ખૂબજ મુશ્કેલી પડી રહી છે. દશ કિ.મી. માં બે થી વધુ સ્પિડબ્રેકરથી વાહનચાલકોને વારંવાર પોતાના વાહનમાં ચાલકને વાર઼વાર બ્રેક મારવી પડે છે. તંત્ર દ્વારા એક પણ સ્પિડબ્રેકપર સફેદ પટ્ટા ન લગાવતા તાજેતરમાં મલાસા પાસે સ્પિડબ્રેકર પરથી એકટીવા ચાલક ફંગોળાઇ જતા મોત નિપજયું હતું. જેથી તંત્ર દ્વારા જરૂરિયાત નહોય તેવા સ્થળેથી સ્પિડ બ્રેકર દુર કરવા જોઇએ અને સ્પિડબ્રેકર સફેદ પટ્ટા લગાવાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
ભિલોડાથી ઇડર જતાં ૨૭ કિ.મી. ના માર્ગ પર ૪૦ થી વધુ તંત્ર દ્વારા સ્પિડબ્રેકરો બનાવી દેવાતા વાહનચાલકોને પસાર થવામાં ખૂબજ મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત આ સ્પિડબ્રેકરો પર સફેદ પટ્ટા ન લગાવાતા તાજેતરમાં મલાસા પાસે એક મહિલાનું એકટીવા ફગોળાઇ જવાના લીધે મોત નિપજયું હતુ. જે વાહનચાલકો તથા આમ જનત આમ જનતાની માંગણી છે કે જરરિયાત ન હોય તેવા સ્થળેથી રોડ પરના સ્પિડબ્રેકરોને હટાવી દેવા માંગ ઉઠવા પામી છે.
ભિલોડાથી ઇડર જતા રોડ પર ઠેર ઠેર સ્પિડબ્રેકર મુકાયા હોવાને કારણે વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. : કૌશિક સોની