• Gujarati News
  • કિશનગઢની પરિણીતાને ત્રાસ અપાતા સાત સાસરિયા સામે ફરિયાદ

કિશનગઢની પરિણીતાને ત્રાસ અપાતા સાત સાસરિયા સામે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાતાલુકાના કિશનગઢની પરિણીતાને સાસરીયા દ્વારા દહેજના મામલે અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ અપાતા પરિણીતાએ ગુરૂવારે સાત સાસરીયા વિરૂધ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શિલ્પાબેન ઉર્ફે ઇચ્છાબેન સંજયગીરી ગોસ્વામીને તેમના પતિને સંજયગીરી માધુગીરી ગોસ્વામી, સાસુ શાન્તાબેન, જગદીશગીરી, આશાબેન, પુનમબેન અનુસંધાનપાના નં.8

ધર્મેન્દ્રઉર્ફે દિલીપગીરી સહિત સાત જણા દ્વારા શિલ્પાબેન ઉર્ફે ઇચ્છાબેન પાસે દહેજની માગણી કરી ચઢામણી કરવામાં આવતી હતી. જેથી તેમના પતિ સંજયગીરી દ્વારા શિલ્પાબેન ઉર્ફે ઇચ્છાબેનને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી કંટાળીને શિલ્પાબેન ઉર્ફે ઇચ્છાબેને સાત સાસરીયા વિરૂધ્ધ ગુરૂવારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.