વણઝર પ્રાથમિક શાળાનું તાળુ ખૂલ્યું પણ બાળકો આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાતાલુકાની વણઝર પ્રાથમિક શાળામાં સોમવારે શાળા શરૂ થઇ હતી. પરંતુ બાળકોની ગેરહાજરીના કારણે શિક્ષકો શાળા ખોલીને બેસી રહ્યા હતા. વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલતા શાળામાં ફકત 250માંથી 10 બાળકો હાજર હતા.

વણઝર પ્રાથમિક શાળામાં થયેલા આચાર્ય અને બે શિક્ષકોના પ્રશ્નોના કારણે શનિવારે ડીપીઓ એ.પી.ઝાલા સહિત મામલતદાર જી.કે.પટેલની ઉપસ્થિતિમાં પ્રશ્નોનું નિરાકરણ કરી શાળા રાબેતા મુજબ શરૂ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરાયો હતો પરંતુ સોમવારે શાળા ખૂલી પણ બાળકો હાજર રહેતા શિક્ષકો એકલા બેઠેલા હતા. વાલીઓએ એવુ જણાવ્યુ કે, જયાં સુધી તેમના પ્રશ્નોનો ન્યાય નહી મળે ત્યાં સુધી પોતાના બાળકોને શાળામાં મોકલવા માગતા નથી. વાલીઓ ર્દઢ નિશ્ચયથી ન્યાયની રાહ જોઇને બેઠા છે. ટીપીઓએ જણાવ્યુ હતું કે, શાળામાં બાળકોની હાજરી ઓછી રહી હતી.

શાળામાં કર્મચારીઓ હાજર રહ્યા

અન્ય સમાચારો પણ છે...