• Home
  • Uttar Gujarat
  • Aravalli
  • Bhiloda
  • "માનવીની ભવાઈ'ના "કાળુ'ની અલવિદા ઇડરના કુકડીયાએ રતન ખોયું, શોકસભા

"માનવીની ભવાઈ'ના "કાળુ'ની અલવિદા ઇડરના કુકડીયાએ રતન ખોયું, શોકસભા

ભાસ્કર ન્યુઝ.કુકડીયા/ભિલોડા ઝેરતો પીધા જાણી જાણી, જેસલ, તોરલ, કાદુ મકરાણી, માનવીની ભવાઇ સહિતના અનેક ગુજરાતી...

DivyaBhaskar News Network | Updated - Jan 05, 2015, 03:40 AM
ભાસ્કર ન્યુઝ.કુકડીયા/ભિલોડા

ઝેરતો પીધા જાણી જાણી, જેસલ, તોરલ, કાદુ મકરાણી, માનવીની ભવાઇ સહિતના અનેક ગુજરાતી ચિત્રપટમાં નાયકની ભૂમિકા ભજવી અભિનય સમ્રાટ બનેલા તથા ગુજરાતના પૂર્વ સ્પીકર અને ધારાસભ્ય એવા ઉપેન્દ્ર ત્રિવેદીનું માંદગી બાદ શનિવારે રાત્રે મુંબઇમાં નિધન થયુ છે.અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીએ માનવીની ભવાઇ ચિત્રપટનું શુટીંગ મેઘરજ તાલુકાના ઉન્ડવા સહિત અન્ય વિસ્તારોમાં કરીને સાબરકાંઠાની ઓળખ અપાવી હતી જે લોકો આજે પણ યાદ કરી રહ્યા છે.વર્ષ 1987માં ગુજરાત દુષ્કાળના ભરડામાં સપડાયુ હતુ ત્યારે ઉપેન્દ્ર ત્રિવેદીએ પશુધનને બચાવવા, ઢોરવાડા ચલાવવા રૂા.2 કરોડ ઉઘરાવીને મુખ્ય મંત્રીના રાહતફંડમાં જમા કરાવ્યા હતા.

અંગેની વિગત એવી છે કે વિધાનસભાની ભિલોડા બેઠક પરથી વર્ષ 1984 થી 1994 સુધી અને વર્ષ 1997 થી 2002 દરમિયાન ચૂંટાયેલા અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીએ મત વિસ્તાર માટે 62 ગામોને પીવાનું પાણી પુરૂ પાડવા માટે હાથમતી જૂથ યોજના, 42 ગામો માટે મેશ્વો જૂથ યોજના અને 12 ગામો માટે લુસડીયા જૂથ યોજના પોતાના પ્રયાસથી બનાવી હતી. ઉપરાંત ભિલોડામાં કોટેજ હોસ્પિટલ, મુનાઇમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભિલોડામાં કોર્ટ, આઇ.ટી.આઇ., નિર્વાસી શાળા અને મોટા કંથારીયા પાસે સરકારમાં રજુઆત કરીને ડેમ બનાવડાવ્યો હતો.

અભિનય ક્ષેત્રની વાત કરીએ તો ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ તા.14/7/1937 માં ઇન્દોરમાં થયો હતો. ત્યારબાદ 1942માં ઇડર તાલુકાના કુકડીયા ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ હતું અને 1956માં રાષ્ટ્ર ભાષા પ્રચાર સમિતિ વર્ધાની કોવિદ પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવ્યો હતો. તેમણે મુંબઇના સુંદરાબાઇ હોલમાં પ્રથમવાર ગુજરાતી નાટક કહ્યાગરો કંથમાં વૃદ્વ વડીલની ભૂમિકા ભજવી હતી.

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉપેન્દ્ર ત્રિવેદીએ 70 થી વધુ ગુજરાતી અને આઠથી વધુ હિન્દી ચિત્રપટમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. આજે પણ ગુજરાતીઓ જેસલતોરલ, કાદુમકરાણી, માનવીની ભવાઇ, ઝેર તો પીધા જાણી જાણીને વર્ષોના વ્હાણા વહાઇ ગયા છતાં યાદ કરે છે.

રાજકીય ક્ષેત્રે વર્ષ 1984માં ભિલોડા બેઠક પરથી ચૂંટાયા બાદ વિકાસ કામોની સાથે સાથે વતન કુકડીયામાં નાટકને જીવંત રાખવા માટે રંગભૂમિ ભવનનું નિર્માણ કરાવ્યુ હતું. કલા ક્ષેત્રે સર્વોત્તમ પ્રદાન કરવા બદલ રાજય સરકાર દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ઉપરાંત વર્ષ 1989માં રાષ્ટ્

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App