• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • રાજ્ય સભામાં એહમદ પટેલની જીતનો કાર્યકરો દ્વારા જશ્ન મનાવ્યો

રાજ્ય સભામાં એહમદ પટેલની જીતનો કાર્યકરો દ્વારા જશ્ન મનાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસભાનીચૂંટણીમાં અહેમદ પટેલનો વિજય3 થતાં વિજયને વધાવવા અને ભિલોડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનીલ જોશીયારા કેટલાય પ્રલોભનો બાદ પણ પક્ષ સાથે એક સાચા સૈનિક તરીકે અડગ રહી અહેમદ પટેલને મત આપી પક્ષ પ્રત્યે નિષ્ટા અદા કરવા બાદલ ભિલોડા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતથી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે ત્રણ રસ્તા પર પહોંચી વિજયોત્સવ અને ડો.અનીલ જોશીયારાનો સન્માન સમારંભ યોજાયો હતો.

અંગેની વિગત આપતા ભિલોડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બલભદ્રસિંહ, કુમાર ઇન્દ્રવિજયસિંહ, શામલભાઈ સહિત કાર્યકરોએ જણાવ્યું હતું કે, રાજ્યસભામાં એહમદ પટેલની જીત અને ભિલોડાના ધારાસભ્ય ર્ડા. અનિલભાઈ જોશીયારાના સ્વાગત કાર્યક્રમ માટે તાલુકા પંચાયત કચેરીથી કોંગ્રેસ કાર્યકરોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે મઉ ત્રણ રસ્તા ખાતે ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો હતો.

પ્રસંગે ધારાસભ્ય ર્ડા. અનીલભાઈ જોશીયારાએ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન બેંગલુરુમાં તેમનો કેવો અનુભવ રહ્યો અને બીજા સાથી ધારાસભ્યોને કેવા-કેવા પ્રલોભનો મળતા હતા વગેરે બાબતે પણ ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં વનરાજસિંહ રાઠોડ, શુભેન્દ્રસિંહ, ડુંગરસિંહ, સતિષભાઈ, કુન્દનબેન ડામોર, તુલસીભાઈ પાંડોર, મંજુલાબેન, રાસિકાબેન સહિત કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભિલોડા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતથી રેલી કાઢવામાં આવી હતી. -તસવીર-કાૈશીક સોની

અન્ય સમાચારો પણ છે...