• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડાના ડોડીસરા નજીકથી દારૂ ભરેલી બે ગાડી પકડાઈ : ચાર શખસો ફરાર

ભિલોડાના ડોડીસરા નજીકથી દારૂ ભરેલી બે ગાડી પકડાઈ : ચાર શખસો ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા પોલીસે 7.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

ભિલોડાનાડોડીસરા ગામની સીમમાં પોલીસ રેડ દરમિયાન બે ગાડીઓમાં ગુરુવારની મોડી રાત્રે વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂની નાની બોટલો પકડી રૂ.7.70 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી છે.જોકે, બન્ને કારમાં સવાર ચાર શખસો ફરાર થઇ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અંગેની વિગત એવી છે કે, ભિલોડા પી.એસ.આઈ એમ.એચ.સંગડા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ભિલોડાના ડોડીસરાની સીમમાં બે જાયલો ગાડી (નંબર-જી.જે.09બી.એ.6043) અને ગાડી (નંબર- જી.જે-18-બી.એ.7146)ને ઉભી રાખી તેની તપાસ હાથ ધરતા તેમાંથી પ્રોહીબિશન પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે વિદેશી દારૂની બોટલ નંગ-512 અને ટીન નંગ-486 મળી કિંમત રૂ.1,70,700 અને બન્ને જાયલો ગાડીની કિંમત રૂ.6,00,000 મળી કુલ રૂ.7,70,700 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

જ્યારે રેડ દરમિયાન નીતિનભાઈ પાઉલ બલેવા (રહે.ડોડીસરા તા.ભિલોડા)અને અન્ય ત્રણ જણા ગાડી મૂકી નાસી ગયા હતા. બનાવ અંગે ભિલોડા પોલીસે ચારેય શખસો વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડોડીસરા પાસેથી દારૂ ભરેલી બે કાર પકડાઈ હતી. તસ્વીર-કૌશિકસોની

અન્ય સમાચારો પણ છે...