તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Bhiloda
 • ઇડર તાલુકાના મુડેટી નજીક આવેલા જોડકંપામાં આધેડ પશુપાલક કમજીભાઇ કટારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડર તાલુકાના મુડેટી નજીક આવેલા જોડકંપામાં આધેડ પશુપાલક કમજીભાઇ કટારા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇડર તાલુકાના મુડેટી નજીક આવેલા જોડકંપામાં આધેડ પશુપાલક કમજીભાઇ કટારા બે દિવસ અગાઉ દૂધ લઇને જઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક રીંછ તેમની ઉપર તૂટી પડયુ હતું અને જીવલેણ હુમલો કર્યો હતો. તેમને છાતીના, માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા પહેલા ભિલોડા કોટેજ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. રીંછના એકાએક હુમલા અને ઇજાઓને કારણે તેઓ બેભાન થઇ ગયા હતા. બે દિવસની સારવાર બાદ મંગળવારે ઘેર પરત ફર્યા હતા.

રીંછના હુમલાની ઘટનાને પગલે વન તંત્ર હરકતમાં આવી ગયુ છે અને જોડકંપામાં રીંછના વસવાટની સંભાવનાની આસપાસના ત્રણ સ્થળોએ પાંજરા મૂકયા છે અને વન કર્મીઓની ખાસ નિયુકિત કરીને રીંછને શોધવા તજવીજ હાથ ધરી છે. ત્રણ-ત્રણ દિવસ સુધી રીંછ પક્કડમાં આવતા લોકો થર થર કાંપી રહ્યા છે. નોંધનીય છે કે બનાસકાંઠામાં એક રીંછ હતું અહીં રીંછનો આખોયે પરીવાર વિહાર કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો