• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • સિંચાઇ અધિકારીઓ દ્વારા થોડા સમય પહેલા તળાવનુ મરામત થયું હતું

સિંચાઇ અધિકારીઓ દ્વારા થોડા સમય પહેલા તળાવનુ મરામત થયું હતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીજિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભિલોડાના કરણપુર સીમનું ત્રણ વિઘામાં પથરાયેલું ઓવરફ્લો થઈ તૂટી ગયું હતું. અરવલ્લી જિલ્લા કલેક્ટર તથા મામલતદાર સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

કરણપુરની સીમમાં આવેલું તળાવ ગઈ કાલથી ઓવરફ્લો થયું હતું. સિંચાઈ વિભાગના અધિકારીઓ તળાવ લીકેજ થતા તેની મરામત કરી હતી. પરંતુ બુધવારે પડેલા વરસાદથી તળાવ છલોછલ ભરાયું હતું. તળાવ લીકેજ થતાં મામલતદાર જી.કે.પટેલ, અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પારઘી, ટીડીઓ રાકેશભાઈ પટેલ ,એ.જી.મુંનિયા સહિત સિંચાઈ ના વી.ડી.પટેલ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે પણ ઘટના સ્થળે પહોંચી મુલાકાત લીધી હતી. તળાવ તૂટતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા.-

કરણપુર સીમનું 3 વિઘામાં પથરાયેલું ઓવરફ્લો થઈ તૂટી ગયું હતું -તસ્વીર -કૌશિકસોની

અન્ય સમાચારો પણ છે...