તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડાના વસાઇમાં જંગલી ભૂંડો નીલગાયોનો ત્રાસ : પાકને નુકસાન

ભિલોડાના વસાઇમાં જંગલી ભૂંડો-નીલગાયોનો ત્રાસ : પાકને નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહામૂલા પાકને નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી

અરવલ્લીજિલ્લાના ભિલોડા તાલુકાના વસાઇ ગામની સીમમાં આવેલા ખેતરોમાં જંગલી ભૂંડો અને નીલગાયોના ઝૂંડ ઉતરી આવતા ખેડૂતોને પોતાના મહામૂલા પાકને નુકશાન થઇ રહ્યુ છે. જેથી વિસ્તારમાં આવેલા ખેતરોમાં તંત્ર દ્વારા જંગલી ભૂંડો અને નીલગાયોના ઝૂંડને પકડી યોગ્ય કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે.

અંગે રાકેશભાઇ પ્રજાપતિ તથા ખેડૂતોએ જણાવ્યુ હતું કે, સીમમાં આવેલા ખેતરોમાં મકાઇ, મગફળી, મગ, એરંડા સહિત પાકનું વાવેતર કરેલ છે. મહામૂલા પાકને જંગલી ભૂંડ અને નીલગાયોના ઝૂંડ ઉતરી આવી પાકને નુકશાન કરી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા સીમમાં આવેલા ખેતરોમાં જંગલી ભૂંડો અને નીલગાયોના ત્રાસથી ખેડૂતોનો પાક બચાવાય તેવી માંગ ઉઠવા પામી છે. અંગે વસાઇ અને આસપાસના ગામોના ખેડૂતોએ ભિલોડાની વન વિભાગની કચેરીને જાણ કરી જંગલી ભૂંડો અને નીલગાયોના ત્રાસમાંથી મુકત કરાવાય અને તારની વાડની યોજના અપાય તેવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...