તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડા યાર્ડની ચૂંટણીમાં 66 ફોર્મ માન્ય રહ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડામાર્કેટયાર્ડની ચૂંટણીમાં શનિવારે ભરાયેલા ફોર્મની ચકાસણી કરાતાં 66 ફોર્મ માન્ય રહ્યા છે.

અરવલ્લી જિલ્લા રજીસ્ટાર એ.એસ.પટેલના જણાવાયા મુજબ, ભિલોડા માર્કેટયાર્ડના ખેડૂત વિભાગ 8, વેપારી 4 અને સહકારી વિભાગની 2 મળી 14 બેઠકો માટે તાજેતરમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું હતું. જે અંતર્ગત ખેડૂત વિભાગમાં 43, વેપારી વિભાગમાં 18 અને સહકારી ખરીદ વેચાણ વિભાગમાં 5 મળી 66 ઉમેદવારી પત્રો ચકાસણી દરમિયાન માન્ય રહ્યા હતા. ઉમેદવારી પત્રો 8મી માર્ચ સુધી પરત ખેંચી શકાશે. જરૂર જણાશે તો 18મી માર્ચે માર્કેટયાર્ડમાં મતદાન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...