તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભાસ્કર િવશેષ | અષાઢી પૂર્ણિમાની મધ્યારાત્રીએ અનાજ કઠોળના 5 ગ્રામ કંણ લેવાઇ છે, વરસાદ સારો થશેની મ

ભાસ્કર િવશેષ | અષાઢી પૂર્ણિમાની મધ્યારાત્રીએ અનાજ-કઠોળના 5 ગ્રામ કંણ લેવાઇ છે, વરસાદ સારો થશેની માન્યતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીજિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીની જન્મ ભૂમિ પર બનાવેલા મંદિરે દર વર્ષે ખેતી પાકનો વર્તારો જોવા માટે પરંપરાગત રીતે અષાઢી તોલવામાં આવી હતી.

અંગેની વિગત આપતા ટોરડા સ્વામિનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણપ્રસાદ સહિત ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અષાઢી તોલમાં દર અષાઢ મહિનાની પૂર્ણિમાની મધ્યરાત્રીએ અલગ અલગ અનાજ કઠોળના તોલીને 5 ગ્રામ વજનના કંણ લેવામાં આવે છે. અનાજ કઠોળને ભગવાનના વસ્ત્રમાં વીંટી એક માટીના ઘડા સાથે એક સાડી વડે બંધીને લાટકાવવામાં આવે છે અને અનાજ કઠોળ ભરેલા ઘડાને અષાઢ વદ એકમના દિવસે સવારે તમામ હરિભક્તો અને ખેડૂતોની હાજરીમાં ખોલવામાં આવે છે. સોનીના કાંટે વજન કરવામાં આવે છે. તમામ અનાજ કઠોળના કંણને ફરીથી તોલવામાં આવે છે અને જે કઠોળના વજનમાં ઘટાડો દેખાય તે પાક ઓછો થાય અને જે કઠોળના વજનમાં વધારો થાય તે પાક વધુ થાય એવી વર્ષોની માન્યતા રહેલી છે.

તે મુજબ આજરોજ માટીના ઘડાને ખોલવામાં આવ્યો હતો અને તમામ અનાજ કઠોળના વજન ફરીથી કરવામાં આવે છે. તેને બાજરીના કંણ વડે વધ ઘટ દર્શાવવામાં આવે છે. તે મુજબ વર્ષે અષાઢી તોલમાં અનાજના વજનને કારણે પાછોતરો વરસાદ થશે તેવુ નક્કી થાય છે.

અનાજ-કઠોળના તોલીને 5 ગ્રામ વજનના કંણ લેવામાં આવ્યાં.-તસવીર-કૌશીક સોની

કયાં ધાન્ય-કઈ વસ્તુ તોલાઇ

બાજરી14 દાણા વધારે

કપાસ 12 દાણા વધારે

અડદ 1 દાણો વધારે

ઘઉં 8 દાણા વધારે

ચણા 5 દાણા વધારે

ટોરડા સ્વામિનારાયણ મંદિરે અષાઢી તોલાઈ

અન્ય સમાચારો પણ છે...