તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિલોડા-ઇટાવડી માર્ગ ઉપર ગરનાળાની કામગીરીની બૂમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજયનગરનાઇટાવડી, કણાદર, ભિલોડા રસ્તા પર ગરનાળાની કામગીરી નબળી થતી હોવા અંગે બૂમ ઉભી થઇ છે. તંત્રની રહેમ નજર હેઠળ ઊંડાણના વિસ્તારમાં થતા કામ વ્યવસ્થિત થાય તેવી લોક માંગ ઉઠી છે.

વિજયનગર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા ઇટાવડીથી સરદારનગર, બાવળીયા, ચુનાખાણ થઇ ભિલોડા માર્કેટયાર્ડ નજીક ઇડર ભિલોડા હાઇવેને જોડાતા અપ્રોચ રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જે વિસ્તાર અતિ ઊંડાણ વાળો હોઈ ત્યાં કોઈ જોનાર નથી, જેનો લાભ લઇને કામ કરનારા કોન્ટ્રાકટર દ્વારા નબળુ કામ થતું હોવાનું સ્થાનિક લોકોએ સરપંચ શૈલેષભાઇને રજુઆત કરી હતી. જે અંગે કણાંદાર સરપંચ શૈલેષભાઇએ જણાવ્યું હતું કે, તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા ગરનાળાના અને પુલના કામ નબળા થઇ રહ્યા છે. જે અંગે સ્થાનિક લોકોએ મને રજૂઆત કરી છે, જે કામ વ્યવસ્થિત થાય તેવી અમારી ગ્રામજનોની માંગણી છે.

કામગીરછ વ્યવસ્થિત થાય તેવી લોક માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો