• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડા મામલતદાર કચેરીમાં દાખલા મેળવવા છાત્રો અને અજદારોની કતારો

ભિલોડા મામલતદાર કચેરીમાં દાખલા મેળવવા છાત્રો અને અજદારોની કતારો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીજિલ્લાના ભિલોડા મામલતદાર કચેરીમાં ધોરણ-10 અને ધોરણ-12 સહિત કોલેજના વિદ્યાર્થીઓ આવક-જાતિ સહિતના દાખલા મેળવવા વહેલી સવારથી લાંબી કતારો લાગે છે. ઉનાળાની ગરમીમાં અરજદારોને ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખા દ્વારા ઠંડુ પાણી તથા કૂલરની વ્યવસ્થા ગોઠવાઇ છે. મામલતદાર કચેરીમાં રોજબરોજ 500થી વધુ દાખલા અરજદારોને અપાઇ રહ્યા છે.

અંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ જીતેન્દ્રકુમાર ભાટીયા, મુકેશભાઇ પંચાલ, જગદીશભાઇ પટેલે જણાવ્યુ હતું કે ધોરણ-10 અને ધોરણ-12ના પરિણામ બાદ દાખલા મેળવવા માટે અરજદારો વહેલી સવારથી મામલતદાર કચેરીમાં આવે છે. ભિલોડા મામલતદાર જી.કે.પટેલ દ્વારા ચાર કોમ્પ્યુટર ઓનલાઇન આવક-જાતિ, ક્રિમીલીયર સર્ટી સહિતના દાખલા મેળવવા માટે કામે લગાવ્યા છે. રોજના 500થી વધુ દાખલા કચેરી દ્વારા આપવામાં આવી રહ્યા છે. અરજદારોને કોઇ તકલીફ ના પડે તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા ઠંડુ મીનરલ પાણી તથા કૂલરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વહેલી સવારથી અરજદારોની લાંબી કતાર લાગે છે. ઓનલાઇન ધીમુ ચાલતું હોવાથી લાઇનમાં ઉભા રહેવું પડે છે. જેથી તંત્ર દ્વારા ઝડપી વ્યવસ્થા કરાય તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

મામલતદાર કચેરીમાં દાખલા મેળવવા લાંબી કતારો લાગી છે. }કૌશિક સોની

અન્ય સમાચારો પણ છે...