તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડાના વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રના કર્મચારીઓ મહિનાથી પગાર વિહોણા

ભિલોડાના વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રના કર્મચારીઓ મહિનાથી પગાર વિહોણા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પગાર વિહોણા બનતા કર્મચારીઓના પરિવારજનોની કફોડી સ્થિતિ

ગુજરાતસરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ભીલોડાના વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રમાં ફરજ બજાવતા ફિક્સ પગારદાર કર્મચારીઓ છેલ્લા માસથી પગાર વિહોણા બનતા કર્મચારીઓના પરિવારજનોની કફોડી સ્થિતિ સર્જાઈ છે.

અંગેની વિગત આપતા આઈ. આઈ. ખેરડા ,એસ.એસ.પાંડવ સહિત 7 થી વધુ કર્મચારીઓએ વેદના પૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આદિજાતી વિભાગ સંચાલિત ભીલોડાના વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર 20 વર્ષથી ચાલે છે. વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રમાં ફરજ બજાવતા 10 જેટલા ફિક્સ પગારદારોને ગ્રાન્ટના અભાવે છેલ્લા માસથી પગાર નહિ ચુકવાતા કર્મીઓમાં ભારે અસંતોષ પ્રસર્યો છે.

મધ્યમવર્ગીય પરિવારના કર્મીઓને ઘર ખર્ચ,બાળકોને ભણાવવાની ફી તથા તેનો ખર્ચ,સામાજિક પ્રસંગો સહિતનીગંભીર બીમારીઓના ખર્ચન. પહોંચી વળવા આમ તેમ ફાંફા મારવાનો વારો આવી રહ્યો છે. છેલ્લા માસથી માત્ર ગ્રાન્ટના અભાવે અમારો પગાર થતો નથી સરકાર વિવિધ મેળાઓ કરી કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ત્યારે આવા મધ્યમવર્ગીય કર્મચારીઓની સ્થિતિ પગાર વગર કફોડી બની છે.ભીલોડાની વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રના 10 કર્મીઓએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરી કર્મીઓની આપવીતી રજૂ કરી છે.

પગાર મળતા તહેવારોની ઉજવણી પણ કર્મચારીઓ કરી શકશે નહિ. છેલ્લા માસથી ગ્રાન્ટના અભાવે પગાર ના મળતા મોંઘવારીની મહામારીમાં કર્મચારીઓના પરિવારજનોની આર્થિક,માનસિક તેમજ સામાજિક પરિસ્થિતિ બિલકુલ બેહાલ જેવી થઇ રહી છે.વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રના કર્મચારીઓ દ્વારા રાજ્ય આદિજાતિ વિકાસ બોર્ડમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ મળતું નથી.

અન્ય સમાચારો પણ છે...