બે વર્ષથી રજૂઆત, હજુ તળાવ ઊંડા નથી થયા, બધુ કાગળ પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના ધારાસભ્યે કહ્યું કે સાહેબ, બે વર્ષથી લેખિતમાં રજૂઆત કરીએ છીએ કે ભિલોડામાં તળાવ ઊંડા કરો, પણ કોઇ સાંભળતું નથી. તળાવ ઊંડા થયા નથી. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ટકોર કરી કે બધું કાગળ પર ચાલે છે. ચાવડાને જવાબ આપતા મંત્રી નાનુ વાનાણીએ કહ્યું કે તમારા સમયમાં 1995માં જે કામ થયા તે કાગળ પર ચાલે છે, અમે તો વાસ્તવિક વાત કરીએ છીએ. વાનાણીને પડકાર ફેંકતા ધારાસભ્યએ કહ્યું કે ભિલોડમાં નથી થયા.તપાસ તો કરો. છેવટે મંત્રીએ સ્વીકાર્યુ કે તપાસ કરાવી લઇશું.

અન્ય સમાચારો પણ છે...