કુંભેરાના યુવાનનું 4 ઇસમો દ્વારા અપહરણ , ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજનાકુંભેરાના ભુપેન્દ્રસિંહ ચૌહાણ અને ધામણીયા ગામના અમરતભાઇ ઠાકોર બંને ટ્રાવેલ્સ ભાડે રાખી કમીશન એજન્ટથી કામ કરતા હતા. જેઓ બુધવારે બાઇક લઇને ધામણીયા ગામે અમરતભાઇ ઠાકોર સાથે ગયા હતા. ત્યારબાદ બોમ્બેથી તેમના મોટાભાઇનો ફોન ભુપેન્દ્રસિંહના ઘરે આવ્યો અને તેમના પરિવારજનોને જણાવ્યુ હતુ કે આપણા ભાઇનો મારા પર ફોન આવ્યો હતો તેને ભિલોડામાં કોઇ ચાર ઇસમોએ ઘરમાં પુરી દીધો છે અને 50 હજાર માંગે છે અને મને કઇ જગ્યાએ પુરી દીધો છે તે મને ખબર નથી. બાદમાં ફોન કરતા ફોન બંધ આવતો હોવાથી તેમની પત્ની કુંદનબેન ચૌહાણે અપહરણ થયુ હોવાની ફરિયાદ નોંધાવતા ચાર ઇસમો સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...