• Gujarati News
  • કિસનગઢમાં જમીન બાબતના ઝઘડામાં તલવારથી હુમલો

કિસનગઢમાં જમીન બાબતના ઝઘડામાં તલવારથી હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા : તાલુકાના કિસનગઢ ગામે તા.૧૮ ઓગસ્ટના રોજ જમીન બાબતે ચાર જણા વરચે ઝઘડો થયો હતો. જે અંંગેની ફરિયાદ બુધવારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
કિસનગઢના જનકબેન સોમાભાઇ બોડાતને ધનપાલભાઇ મણીલાલ બોડાત, હંસરાજભાઇ મણીલાલ બોડાત અને અરૂણાબેન મણીલાલ બોડાત સાથે ગત તા.૧૮ ઓગસ્ટના રોજ જમીન બાબતે ઝઘડો થયો હતો. જેમાં જનકબેન તથા અન્ય લોકોને ત્રણેય જણાએ તલવાર અને લાકડી લઇ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી જનકબેને ત્રણેય જણા વિરુદ્ધ બુધવારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.