મઉમાં BSNL ટાવરના અભાવે મોબાઇલ ધારકો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાતાલુકાના મઉ ગામે 200થી વધુ કુંટુંબો વસવાટ કરે છે. ગામમાં બી.એસ.એન.એલ. કંપનીના ટાવરના અભાવે મોબાઇલધારકો પરેશાની ભોગવી રહ્યા છે. ગામમાં અન્ય કંપનીના મોબાઇલ ટાવરો છે. બી.એસ.એન.એલ.ના મોબાઇલધારકોને ઇન્ટરનેટ સહિતની સુવિધાઓથી વંચિત રહેવુ પડે છે. જેથી બી.એસ.એન.એલ. કંપનીનો મોબાઇલ ટાવર ઉભો કરાય તેવી માંગ ઉઠવા પામી છે.

મઉના ગુણવંતભાઇ મોઢ પટેલ તથા પ્રશાંત બારોટે જણાવ્યુ હતું કે, મઉ 200 કુંટુંબોના અંદાજે 400 મોબાઇલધારકો છે. બી.એસ.એન.એલ.ના ટાવરના અભાવે આજની 21મી સદીના કોમ્પ્યુટરાઇઝેશન યુગમાં ગામને કોઇ ફેસીલીટી મળતી નથી. જેથી બી.એસ.એન.એલ. દ્વારા ગામમાં ટાવર નંખાય તેવી માંગ ઉઠવા પામી છે. અંગે ભિલોડા બી.એસ.એન.એલ.ના એન્જીનીયરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, મઉ ગામમાં ટાવર માટેની કાર્યવાહી થઇ ગઇ છે પરંતુ ગામના ચારેક લોકોની સંમતિ મળી નથી, સંમતિ મળ્યેથી કાર્યવાહી હાથ ધરાશે.

200 કુંટુ઼બોના અંદાજે 400થી વધુ મોબાઇલધારકોને સંપર્ક થઇ શકતો નથી

અન્ય સમાચારો પણ છે...