પત્નીની હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેશિંગપુર ગામે પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં ગ્રહકંકાશમાં આવું કૃત્ય કર્યું હોવાનું પોલીસનું અનુમાન છે. જોકે, હત્યા અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બનાવ અંગેની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશને નોંધાઇ છે

અરવલ્લીના અંતરિયાળ એવા ભિલોડા તાલુકાના જેશિંગપુર ગામે ગત રાત્રીએ કોઈપણ સમયે પતિ કિરીટભાઈ સલુભાઈ નિનામાંએ તેની પત્ની સોનિયાબેનને અવાર નવાર માનસિક ત્રાસ આપી પોતાના જ ઘરમાં લાકડાના ટુકડા વડે માથા અને મોઢાના ભાગે ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાની જાણ પરિવારજનોને વહેલી સવારે થતાં પરિવારજનોએ સમગ્ર ઘટના બાબતે ભિલોડા પોલીસને જાણ કરી હતી.મૃતક દંપતી કિરીટ નિનામાં અને સોનિયા નિનામાં ગામની સીમમાં આવેલ ખેતરમાં બનાવેલ મકાનમાં રહેતા હતા. જેથી હત્યા અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ બંને વચ્ચે કોઈ કારણોસર ગ્રહકંકાશ થવાથી કિરીટ નિનામાં એ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી હોય અને પાછળથી લાગી આવતા પોતે પણ પોતાના ઘરમાં જ દોરડી થી લટકી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ અને પરિવાર જનોનું પ્રાથમિક અનુમાન છે બનાવ અંગે મૃતક સોનિયાબેનના પિતા બદાજી લાલજી ડામોર (રહે.વસાયા તા.ભિલોડા)એ કિરીટભાઈ સલું ભાઈ નિનામાં વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ભિલોડા પોલીસે સમગ્ર બાબતે મૃતદેહોને પીએમમાં મોકલવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

મૃતક દંપતીનું ગામની સીમમાં આવેલુ ઘર
પોલીસ કાફલો અને અધિકારીઓ પહોંચ્યા
જેસિંગપુરમાં પતિ અને પત્ની બંનેના મોત નિપજતાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા કે.એન.ડામોર ,ડી.વાય.એસ.પી ફાલ્ગુનીબેન પટેલ સહિત પી.એસ.આઈ, પોલીસ કાફલો મામલતદાર કચેરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...