• Gujarati News
  • ભાભર યાર્ડની ચૂંટણીમાં 28 ઉમેદવારો વચ્ચે રસાકસી જામશે

ભાભર યાર્ડની ચૂંટણીમાં 28 ઉમેદવારો વચ્ચે રસાકસી જામશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભરમાર્કેટયાર્ડની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 80 પૈકી 52 ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્ર પરત ખેંચતા હવે 28 ઉમેદવારો મેદાનમાં ભારે રસાકસી જામે તેવી સ્થિતિ સર્જાઇ છે.

ભાભર માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણીમાં 80 ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાં શનિવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 52 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચાતાં 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. જેના પગલે ચૂંટણીને બિનહરીફ કરવા મથામણ કરતાં સહકારી અગ્રણીઓની અપેક્ષાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. તા. 21 એપ્રિલના રોજ ખેડૂત વિભાગની આઠ બેઠકો માટે 20 ઉમેદવારો, વેપારી મત વિભાગની ચાર બેઠકો માટે પાંચ અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ વિભાગની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ જામશે. જેને લઇ તાલુકાના સહકારી અગ્રણીઓએ દોડધામ શરૂ કરી દીધી છે.