તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભરમાંથી રૂ. 1.68 લાખનો દારૂ ભરેલી સ્કોર્પીયો ઝડપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાભરહાઇવે ઉપરથી પોલીસે શનિવારે રાત્રે એક સ્કોર્પીયો ઝડપી લીધી હતી. જેનો ચાલક નાસી છુટ્યો હતો. દરમિયાન ગાડીની તલાસી લેતાં તેમાંથી રૂ. 1.68 લાખના વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંગે વાહન સહિત રૂ.4.18 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આ‌વી હતી.

ભાભર પીએસઆઇ આર.જી.ચૌધરી સ્ટાફ સાથે શનિવારે સુઇગામ ત્રણ રસ્તા પાસે ટ્રાફિક ડ્રાઇવમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જ્યાં મીઠા તરફથી આવતી સ્કોર્પીયો ગાડી નં.જીજે.07એક્સએક્સ 9474નો ચાલક હાઇવે પર શો રૂમ નજીક વાહન મુકી નાસી છુટ્યો હતો. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી રૂ. 1.68 લાખનો વિદેશીદારૂ બોટલ નંગ 1680 મળી ઝડપી હતી. અંગે પોલીસે ઇંગ્લીશ દારૂ અને ગાડી મળી કુલ રૂ. 4.18 લાખનો મુ્દ્દામાલ કબજે લીધો હતો.

ભાભર નજીકથી પોલીસે શનિવારે રાત્રે સ્કોર્પીયોમાંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો