- Gujarati News
- વારાહીમાં અચાનક ધડાકો થતાં ચારો ચરતી ગાયનું મોંઢુ ફાટી ગયું
વારાહીમાં અચાનક ધડાકો થતાં ચારો ચરતી ગાયનું મોંઢુ ફાટી ગયું
સાંતલપુરતાલુકાના વારાહી ગામે નજીકના નવાગામ રોડ પરના ખેતરમાં એક ગાય ચારો ચરી રહી હતી તે સમયે તેના મોઢામાં કોઇ વિસ્ફોટક આવી જતા જોરદાર ધડાકો થયો હતો અને ગાય ઘાયલ થઇને નીચે ઢળી પડી હતી. ઘટનાના પગલે જીવદયા પ્રેમીઓએ ગાયને ભાભર પાંજરાપોળમાં સારવાર માટે ખસેડી હતી. પોલીસે પણ ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. પદાર્થ દેશી બોમ્બ હોઇ શકે તેવો તર્ક લોકોમાં વ્યકત થયો હતો. જોકે પોલીસે તેને નકારી દીધો હતો
વારાહીથી 2 કી.મી દૂર નવાગામ રોડ પરના પદમપરામાં રહેતા ઠાકોર ઉકાજી ખેમાજીની ગાય ચરવા ગયા પછી પરત આવતા તપાસ કરતા બાજુના ખેતરમાં બેભાન પડેલી હતી. અંગે ગાયના માલીકે ગામના ગૌભકતોને બોલાવતા ...અનુસંધાનપાન 8
વારાહીમાં
રાધનપુરરામસેવા સમીતીની એમ્બ્યુલન્સમાં ભાભર ગાૈશાળાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી.
ગાયને ઘાયલ કરનાર પદાર્થ દેશી બોમ્બ હોવો જોઇએ તેવો તર્ક લોકોમાં શરૂ થયો હતો. જોકે વારાહી પીએસઆઇ પી.કે.પ્રજાપતિ અને દેવસીભાઇ ચોધરી વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાટણથી એફએસએલ બોલાવી નમૂના લેવડાવ્યા હતા.
પીએસઆઇ પ્રજાપતિ અને એફએસએલ અધિકારી એસએલઓતીયાએ જણાવ્યા મુજબ ખેતરમાં ભૂંડ વગેરેને ભગાડવા માટે બાજરીના લોટ અને નાઇટ્રેટ નામનો પદાર્થ હોવાનું જણાય છે. અન્ય કોઇ ગુનાહિત પ્રવૃત્તિ જેવું કંઇ જણાતું નથી. દેશી બોમ્બ પણ કહી શકાય તેમ તેમણે કહ્યું હતું.