સણાદર અંબાજી ધામે એક લાખ ભક્તો ઊમટ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદરતાલુકાના મિનિ અંબાજી તરીકે જાણિતા સણાદર અંબાજી મંદિરે શુક્રવારે ભાદરવી પૂનમે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મૈયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સેવાભાવી સંસ્થાઓ, યુવક મંડળો દ્વારા સેવાકેમ્પ વ્યવસ્થા કરાઇ હતી.

સણાદરમાં બ્રહ્મલીન કિષ્ણાનંદગીરી બાપુની જગ્યા ખાતે શુક્રવારે ભાદરવી પૂનમે ભાભર, દિયોદર, વાવ, કાંકરેજ તાલુકાના હજારની સંખ્યામાં ભાઇ-બહેનો પગપાળા આવી શ્રદ્ધાપૂર્વક માતાના દર્શન કરી ધજા અને નૈવેધ ચઢાવી ધન્યતા અનુભવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ ભોજન-ચા-પાણીની વ્યવસ્થા કરાઇ હતી.મંદિરના મહંત અંકુશગીરી બાપુએ શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવ્યા હતા. ટ્રસ્ટીગણ જે.બી.દોશી, ગજાબા માળી, લવજીબા ઠક્કર, જલુભાઇ દેસાઇ વગેરેએ મેળાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ભારત વિકાસ પરિષદ દ્વારા ચા-નાસ્તો, મહાકાળી નાસ્તા હાઉસ દ્વારા ચા-બટાકા પૌંઆ અને જલીયાણ ગૃપ દ્વારા ચા-નાસ્તો, ભાભર જલારામ યુવક મંડળ દ્વારા ચા-નાસ્તો તેમજ લુદરા વડાણા મીઠા ગામોમાં પદયાત્રીઓ પાણી ચા-નાસ્તાના કેમ્પ ઉભા કરાયા હતા.

મિનિ અંબાજી ધામ સણાદરમાં શુ્રવારે ભાદરવી પૂનમે શ્રદ્ધાળુઓએ ઉમટી પડી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તસવીર- તુષાર ત્રિવેદી

પગપાળા યાત્રિકોએ ધજા અને નૈવેધ ધરાવી ધન્યતા અનુભવી, અનેક સેવાકેમ્પો ગોઠવાયા

અન્ય સમાચારો પણ છે...