તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રમુખ પોતાની મનમાનીથી કામ કરતાં હોવાના આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભરનીભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ પોતાની મનમાનીથી કામ કરતાં હોવાના આક્ષેપ સાથે કારોબારી અધ્યક્ષ સહિત 16 સભ્યોએ મળી વિરોધ દર્શાવતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, બાબતને અગ્રણીઓ હમણાં દબાવી છે.

એક વર્ષ અગાઉ ભાભર પાલિકાની ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં ગામના અગ્રણીઓ અને મતદારોએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકીને ભાભર પાલિકાની તમામે તમામ 24 સીટો ઉપર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવીને કોંગ્રેસના સૂંપડા સાફ કરી નાખ્યા હતા અને વિશ્વાસ મૂક્યો હતો કે સત્તાધારી પાર્ટીની પાલિકા બનતા વિકાસ કાર્યો વેગ પકડશે.

ત્યારે બે દિવસ પહેલાં કારોબારી અધ્યક્ષ સહિત 16 જવાબદાર સભ્યોએ લેખિતમાં અને મૌખિકમાં પ્રમુખ સામે વિરોધ કરવા અને તેમને પ્રમુખપદેથી હટાવવા ભાભર રેસ્ટ હાઉસમાં મિટીંગ યોજી હતી. બાદમાં જિલ્લા ભાજપ મહામંત્રીને રજૂઆત કરતાં મામલો હાલ પુરતો થાળે પડ્યો હતો. પ્રમુખ સામે પરિસ્થિતિ ભારેલા અગ્ની જેવી છે. ગમે તે ઘડીએ પ્રમુખ સામે રોષ ફાટી નિકળે તેવા ભણકારાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...