તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Bhabhar
  • ભાભરમાં જીએસટી વિરોધમાં કાપડના વેપારીઓએ મૌનરેલી યોજી આવેદનપત્ર આપ્યું

ભાભરમાં જીએસટી વિરોધમાં કાપડના વેપારીઓએ મૌનરેલી યોજી આવેદનપત્ર આપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર | કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર આવ્યા પછી પ્રથમ નોટ બંધીએ અને બાદમાં જીએસટી ગુડ્ઝ સર્વિસ ટેક્સ નામનો નવો કાયદો બની નિર્ણોય મધ્યરાત્રીએ લેવામાં આવતાં દેશના વેપારીઓ અચંબામાં મુકાઇ ગયા છે. જેના કારણે અનેક નાના-મોટા ધંધા-રોજગાર પડી ભાગ્યા છે. વેપારીઓ અને મજૂરો બેકાર બન્યા છે. જીએસટીનો દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ભાભરના કાપડ બજારના વેપારીઓએ શુક્રવારના દિવસે બજાર બંધ રાખીને 80 જેટલી દુકાનોએ જીએસટી વિરોધ નોટ ફોર જીએસટી અને સુરતમાં પોલીસ દ્વારા કાપડના વેપારીઓને માર મારવામાં આવ્યો તેની વિરોધ દર્શાવ્યા ચાલુ વરસાદમાં એક બેનર સાથે મોટી સંખ્યામાં વેપારીઓએ મૌન રેલી યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...