તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ તાલુકામાં ઇ-લર્નિંગ અભ્યાસ માટે આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાનાસરહદી ત્રણ તાલુકાઓમાં પ્રાથમિક શિક્ષણને ડિઝીટલ બનાવવા ઇ-લર્નિંગ અભ્યાસના હેતુ માટે આયોજન કરાયું છે. જેમાં ભાભરના બીઆરસી ભવન ખાતે મંગળવારે ઇ-લર્નિંગ ના અભ્યાસ માટેની કામગીરી કઇ રીતે કરી શકાય તે માટે માહિતી આપવા બેઠક યોજાઇ હતી. જેમાં નિષ્ણાતોની પંદર-પંદર સભ્યોની ત્રણ ટીમો બનાવવામાં આવી છે.

જિલ્લાના વાવ, સુઇગામ અને ભાભર તાલુકાના પ્રાથમિક શિક્ષણમાં નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આજના કમ્પ્યુટર યુગમાં પ્રાથમિક શિક્ષણને ઉત્તમતા અને સરળતા મળે તે હેતુથી ડિઝીટલ ઇ-લર્નિંગ અભ્યાસ માટે પહેલ કરાઇ છે. જેના માટે ત્રણેય તાલુકામાં શિક્ષણના નિષ્ણાતો સાથે આરોગ્ય મંત્રી શંકર ચૌધરી, પ્રાંત અધિકારી અને તાલુકા શિક્ષણાધિકારીની દેખરેખ હેઠળ પંદર-પંદર સભ્યોની ત્રણેય ટીમો કામગીરી કરશે. નવીન શિક્ષણ પ્રોજેકટમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને હવે બ્લેકબોર્ડની જગ્યાએ આધુનિક પદ્ધતિથી કમ્પ્યુટર દ્વારા શિક્ષણ અપાશે. નવતર પ્રયોગને અમલમાં મુકવા માટે મંગળવારે ભાભરના બીઆરસી ભવનમાં બેઠક યોજાઇ હતી. અને નવતર આયોજનને સરળ બનાવવા કામગીરી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...