તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદર અને સૂઇગામમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર અને સૂઇગામ ખાતે ગુરુવારે પ્રાંત કક્ષાના મેળામાં દિયોદર, ભાભર, સૂઇગામ, લાખણી તાલુકા તથા ભાભર નગરપાલિકાના લાભાર્થીઓને મળવાપાત્ર સહાયના ચેક અને કીટનું વિતરણ કરાયું હતું. જેમાં કુલ 1324 જેટલા લાભાર્થીઓને રૂ. 111.83 લાખના સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં લાભાર્થીઓને કીટ મેળવવા લાંબી લાઇનો લગાવવામાં આવતાં અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો. પ્રસંગે કન્યા કેળવણી નિધિ ફંડમાં એપીએમસી લાખણીના ચેરમેન તેજાભાઇ ભૂરિયા, ભાભરના ગગાજી ઠાકોર, સૂઇગામના વિરજીભાઇ પટેલ અને દિયોદરના ઇશ્વરભાઇ પટેલ તરફથી રૂ. અગિયાર-અગિયાર હજારના ચેક મંત્રીને આપવામાં આવ્યા હતા. પ્રસંગે મંત્રી કેશાજી ચૌહાણ, ગણેશભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દિયોદર અને સૂઇગામ પ્રાંત ઓફિસર, મામલતદાર, ટીડીઓ, ભાજપના હોદ્દેદારો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિયોદર અને સુઇગામ ખાતે ગુરુવારે પ્રાતં કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.જેમાં કીટ અને કન્યા કેળવણીનિધીમાં ચેક અપાયા હતા.તસવીર-અશોક ચૌધરી

અન્ય સમાચારો પણ છે...