તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભરના ખારા ગામ નજીકથી બે શકુનિ ઝડપાયા : આઠ રફૂચક્કર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાભરનાખારા ગામે પોલીસે જુગારધામ પર રેડ કરી બે શખસોને ઝડપી લીધા હતા. જ્યારે આઠ શખસ ફરાર થઈ ગયા હતા.પોલીસે તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લા પોલીસવડા નિરજકુમાર બડગુજરની સૂચનાથી ભાભર પોલીસે ભાભર તાલુકામાંથી દારૂ-જુગારની પ્રવૃત્તિ સદંતર નાબુદ કરવા કડક ચેકીંગ હાથ ધર્યુ છે. ત્યારે સોમવારે પોલીસને બાતમી મળી હતી કે ખારા ગામની એક હોટલ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાઇ રહ્યો છે. જેથી પોલીસે રેડ કરી જુગાર રમતાં બે શકુનિઓ ઝડપી લઇ તેમની પાસેથી રૂ. 8100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શકુનિઓમાં ગોવિંદભાઇ કરશનભાઇ વાલ્મિકી (રહે. ખારા), વિરમભાઇ ધારશીભાઇ ઠાકોર (રહે. ખારા) સ્થળ ઉપર પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે ખુમાભાઇ ઠાકોર (રહે. ખડોસણ, તા. ભાભર), ધનજીભાઇ બેચરભાઇ ઠાકોર (રહે. ખારા), આંબાભાઇ ગંગાભાઇ ઠાકોર (રહે. ખારા), ડીંગાભાઇ સરતાનભાઇ ઠાકોર (રહે. ખારા), ચેલાભાઇ મોતીભાઇ ઠાકોર (રહે. ખારા), સનાભાઇ જોરાભાઇ ઠાકોર (રહે. ખારા), પ્રફુલભાઇ ઠાકરસીભાઇ ઠાકોર (રહે. તનવાડ, તા. ભાભર), મુમનભાઇ બલોચભાઇ (રહે. મીઠા, તા. ભાભર) નાસી છુટ્યા હતા. જેમની સામે જુગારધારા હેઠળ ગૂનો નોંધી વધુ તપાસ ભાભર પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો