તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભરમાં રહેણાંક મકાનમાં આગ લાગતાં ઘરવખરી ખાખ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભરજૂનાવિસ્તારમાં બુધવારે બપોરે એક ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. સદનસીબે, કોઇ જાનહાનિ કે ઇજા થઇ હતી.

ભાભરજૂના વિસ્તારમાં રહેતા જલુભા ઉમેદસિંહ વાઘેલાના ઘરમાં બુધવારે બપોરે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જેથી ઘરમાં પડેલ ફ્રિજ સહિત અન્ય માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાના સમાચારથી આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. સદનસીબે, આગથી કોઇ જાનહાનિ કે ઇજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...