• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Bhabhar
  • ગુજરાતરાજ્ય પાણી પુરવઠા વિભાગ દ્વારા દિયોદરના સામલા(વ) કેનાલ પર

ગુજરાતરાજ્ય પાણી પુરવઠા વિભાગ દ્વારા દિયોદરના સામલા(વ) કેનાલ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતરાજ્ય પાણી પુરવઠા વિભાગ દ્વારા દિયોદરના સામલા(વ) કેનાલ પર નર્મદા નહેરના પાણી દ્વારા ફીલ્ટર પ્લાન્ટ દ્વારા દિયોદર અને ભાભર તાલુકાના 87 ગામોને પાણી આપવામાં આવે છે. ત્યારે વર્તમાન સમયે અતિવૃષ્ટીના લીધે કેનાલમાં 104 ઉપરાંત ગાબડા પડતા પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્દભવે છે.

ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગ દ્વારા પ્રજાની સુખાકારી માટે વર્ષ 2007માં દિયોદર નજીક સામલા(વ) નર્મદા મુખ્ય કેનાલ પર ફીલ્ટર પાણીનો પ્લાન્ટ આકાર પામ્યો હતો. જેનાથી દિયોદર શહેર સહિત તાલુકાના 34 ગામો જેવા કે ગોલવી, ગોલવા, ફાફરાળી,નેસડી, લવાણા, ચાળવા, જસાલી, ડાઉવા, ચીભડા, ઘ્રાન્ડવ, ફલપુરા, રામપુરા વગેરે ગામોને તેમજ ભાભર તાલુકો ભાભર શહેરને ફીલ્ટર પાણી કરી પાઇપલાઇન અને સમ્પ દ્વારા છેલ્લા 10 વર્ષથી પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે વર્તમાન સમયે થોડાક દિવસ અગાઉ બનાસકાંઠામાં અતિવૃષ્ટી થતા અને પુર આવતા નર્મદા કેનાલમાં 100થી વધુ નાની-મોટા ગાબડા પડતા કેનાલનું સર્વે અને રીપેરીંગ કામગીરી બાદ નર્મદા નહેરમાં પાણી આવશે. વર્તમાન સમયે પાણી પુરવઠા દ્વારા પાણી બંધ કરવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...