તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Bhabhar
  • પશુઓ અને માણસ માટે પાણી પીવાની એક જગ્યા, સંપની બાજુમાં 12 વર્ષથી બનાવેલ પાણીનું ટાંકુ શોભાના ગાંઠ

પશુઓ અને માણસ માટે પાણી પીવાની એક જગ્યા, સંપની બાજુમાં 12 વર્ષથી બનાવેલ પાણીનું ટાંકુ શોભાના ગાંઠીયા સમાન બન્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણી પુરવઠાની પાઇપ લાઇનનું સીધુ કનેકશન સંપમાં છે.પાણી સંપમાં આવે. ધૂળ, ડમરી, વાવાઝોડું, વરસાદ કે કોઇ પોતાના પશુઓને પાણી પાવે, તેની તમામ દુષિત ગંદકી સંપમાં ભળતી રહે, અને આવા ખુલ્લા સંપનું પાણી ગ્રામજનોને ના છુટકે પીવુ પડે. સંપની ચારેબાજુ પાણી ઢોળાવાને કારણે કાદવ, કીચડને લીધે દુર્ગંધ ફેલાયેલી રહે છે. વળી પુરવઠા તંત્ર દ્વારા સંપને સાફ-સફાઇ કરવાની કોઇ તસ્દી લેવાતી હોઇ ગામમાં અબાલ-વૃદ્ધ સૌ ખુલ્લા સંપનું દુષિત પાણી પીવે છે.

કેમકે બાજુમાં 12 વર્ષ પહેલા બનાવેલ પાણીનું ટાંકુ શોભારૂપ ભાસી રહ્યું છે. ટાંકામાં કનેકશન માટે ગ્રામજનોએ વારંવાર પાણી પુરવઠાના અધિકારીએ લેખિત-મૌખિક જાણ કરી પરંતુ બહેરા તંત્રને ગ્રામજનોની તકલીફ દેખાતી નથી. ખુલ્લા સંપમાંથી પાણી ભરવા માટે ગામની તમામ કોમની બહેન-દિકરો પાણીના બેડા સાથે ડોલ અને સિંચીણયુ લાવી પાણી ભરે છે. ડાભીના ગ્રામજનોની કર્મ કઠણાઇ કહો પુરવઠા તંત્રની આડોડાઇ ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળવાને કારણે વર્ષોથી પીવાના દુષિત પાણીના લીધે ગામમાં પાણીજન્ય રોગચાળો, પેટના દર્દો, ચામડીના રોગો, ખસ, ખુજલી જેવા ગંભીર રોગોનો અનેક ગ્રામજનો શિકાર બન્યા છે.અધુરામાં પુરુ ગામમાં આરોગ્યની કોઇ સુવિધા હોઇ આવા દર્દીઓને છેક ભાભર કે રાધનપુર સારવાર કરાવવા જવુ પડે છે.

પા.પુુ.ને ટાંકામાં કનેકશન માટે અનેક રજુઆતો કરી છે

^અમારાડાભી ગામમાં ગ્રામજનો વર્ષોથી ખુલ્લા સંપનું પાણી પીવે છે. બાર વર્ષ પહેલા સંપની બાજુમાં એક ટાંકુ બનાવેલ છે. પરંતુ ટાંકામાં કનેકશન કરાતુ નથી. વારંવાર પાણી પુરવઠા વિભાગનું ધ્યાન દોરી ટાંકામાં કનેકશન કરવા માટે રજુઆતો કરેલ છે. પરંતુ અમારી કોઇ ગુજરાતને કાને ધરાતી નથી> દાનસીંગભાઇરાવલ, ડાભીગ્રામ પંચાયત, સરપંચ)

અન્ય સમાચારો પણ છે...