ભાભરના જાસનવાડાથી ઊંડાઇ જવાનો રસ્તો તળાવ બની ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર | ભાભરતાલુકાના જાસનવાડાથી ઊંડાઇ તરફ અડધો કિલોમીટર જતાં કપરુપુર માઇનોર કેનાલ નીકળેલ છે. વખતે અતિવૃષ્ટિમાં કેનાલ તુટતા આખુ પાણી જાસનવાડા ગામમાંથી નીકળતા કપરુપુર માઇનોર કેનાલ પાસે રસ્તો 100 ફુટ પહોળો તથા 50 ફુટ ઊંડો ખાડો પડીને પાણી ભરાઇ જતા રસ્તો બંધ થઇ ગયેલ છે. તેમજ ઊંડાઇ તરફ જતાં ખેડૂતોને સિવાય બીજો કોઇ રસ્તો ના હોઇ ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ રસ્તે 100 જેટલા પરિવારો ખેતરોમાં રહેતા તેઓ ક્યાંય જઇ શકતા નથી. તેમજ રસ્તે 50 જેટલા વિદ્યાર્થીઓ ગામમાં સ્કુલમાં આવતા હોઇ તેમને પણ ખાડામાંથી નીકળવા ગામલોકોને આવવુ પડે છે. જો તંત્ર દ્વારા ખાડો પુરવામાં નહી આવે તો ગામલોકોએ ભૂખ હડતાળ અને આમરણાંત ઉપવાસ ઉતરશે. તસવીર-મનજી પટેલ

અન્ય સમાચારો પણ છે...