• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Bhabhar
  • ભચાઉથી ભાભર લોકાચાર આવતા માલધારીઓને અકસ્માત : ગાંજીસર અને કપરૂપુર ગામના 4નાં મોત

ભચાઉથી ભાભર લોકાચાર આવતા માલધારીઓને અકસ્માત : ગાંજીસર અને કપરૂપુર ગામના 4નાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છના ભચાઉના માલધારી સમાજના લોકો આઇસર મેટાડોરમાં શનિવારે મોડી રાત્રે બનાસકાંઠાના ભાભરના સુથારનેસડી ગામે લોકાચાર જઈ રહ્યા હતા, ત્યારે પાટણના સાંતલપુર નજીક આડેસર ચેકપોસ્ટ પાસે ટ્રક, આઇસર અને પોલીસવાન વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં ચાર માલધારીઓનાં મોત થયાં હતાં, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં બે સાંતલપુરના ગાંજીસર ગામના અને બે ભાભરના કપરૂપુર ગામના મૂળ વતની હતા. પોલીસબસ પાકિસ્તાની માછીમારોને વાઘા બોર્ડર પર છોડવા જઈ રહી હતી. અકસ્માતમાં 4 પોલીસને ઈજા થઈ હતી.

રાધનપુર, સાંતલપુર અને ભાભર પંથકના રબારી સમાજના લોકો ભચાઉ તાલુકામાં વસવાટ કરે છે. ભાભરના સુથાર નેસડી ગામે એક મહિલાનું મૃત્યુ થયું હોઇ તેના બેસણામાં જવા શનિવારે રાત્રે ભચાઉના માલધારી સમાજના 45 જેટલા ભાઈઓ અને બહેનો મેટાડોરમાં નીકળ્યા હતા. રાત્રે 1-30 વાગે આડેસર ચેકપોસ્ટ પાસે આગળ જતી ટ્રકના પાછળના ભાગે મેટાડોર ઘૂસી જતાં પાછળ આવતી પોલીસ બસ મેટાડોર સાથે ધડાકા સાથે અથડાઈ પડી હતી. જેમાં મેટાડોરમાં બેઠેલા બે માલધારીના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે બીજા બે ઈજાગ્રસ્તોના પલાસવા ખાતે સારવાર દરમિયાન મોત થયા હતા. મેટાડોરમાં સવાર 24 જેટલા લોકો ઘાયલ થયા હતા.

ઘટનાની જાણ થતાં ચેકપોસ્ટ પરના પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્તોને સાંતલપુર, આડેસર, સામખિયારી, રાપર, નેશનલ હાઈવેની એમ્બ્યુલન્સ, 108 એમ્બ્યુલન્સ અને બે પ્રાઇવેટ વાહનો મારફતે સાંતલપુર, રાધનપુર, પાટણ અને મહેસાણા સુધી સારવાર માટે ખસેડાયા હતા. સ્થાનિક લોકો પણ મદદે પહોંચ્યા હતા.

નેગેટિવ ન્યૂઝ
નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

પાછળથી પોલીસ બસે ટક્કર મારી : મેટાડોર ચાલક
મેટાડોર ચાલક રમેશભાઈએ જણાવ્યું કે, તેઓ આડેસર ચેકપોસ્ટ પાસે પહોંચ્યા ત્યારે તેમનું મેટાડોર એકદમ ધીમું હતું. બીજા ગિયરમાં ચાલતું હતું. તે વખતે પાછળથી પોલીસ લખેલી બસ આવી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે આગળ જઈ રહેલી ટ્રક સાથે મેટાડોર ભટકાયું હતું.

બેભાન ઇજાગ્રસ્તના 28 હજાર પરત કર્યા
અકસ્માતની ઘટના સમયે સાંતલપુર 108 એમ્બ્યુલન્સના પાયલોટ નવાજ મકરાણી અને ઇએમટી રાજેશ પરમાર ઘાયલોને એમ્બ્યુલન્સમાં ચડાવી રહ્યા હતા. તે વખતે ઇજાગ્રસ્ત રમેશભાઈ રબારી બેભાન અવસ્થામાં હતા અને તેમના રૂ.28 હજાર પડી ગયા હતા. જે ઇએમટીને મળતાં તેમણે ઇજાગ્રસ્તના સંબંધીને પરત કરી માનવતા બતાવી હતી.

થરાદની હોસ્પિટલમાં ચાર પોલીસ કર્મીઓને સારવાર અપાઈ
થરાદ : પાકિસ્તાની માછીમારોની સજા પૂર્ણ થતાં શનિવારે રાત્રે ભુજ પોલીસે તમામ 14 માછીમારોને પોલીસવાનમાં લઇ પંજાબની અટારી બોર્ડર પરત મૂકવા જઇ રહ્યા હતા. અકસ્માત નડતા પોલીસ વાનમાં સવાર 7 પાકિસ્તાની માછીમારો સહિત 4 પોલીસકર્મીઓને ઇજાઓ થતાં થરાદ સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી અને સારવાર બાદ રવાના થયા હતા.

ભાસ્કર ન્યૂઝ | વારાહી, પાટણ, સાંતલપુર

કચ્છના ભચાઉના માલધારી સમાજના લોકો આઇસર મેટાડોરમાં શનિવારે મોડી રાત્રે બનાસકાંઠાના ભાભરના સુથારનેસડી ગામે લોકાચાર જઈ રહ્યા હતા, ત્યારે પાટણના સાંતલપુર નજીક આડેસર ચેકપોસ્ટ પાસે ટ્રક, આઇસર અને પોલીસવાન વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં ચાર માલધારીઓનાં મોત થયાં હતાં, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં બે સાંતલપુરના ગાંજીસર ગામના અને બે ભાભરના કપરૂપુર ગામના મૂળ વતની હતા. પોલીસબસ પાકિસ્તાની માછીમારોને વાઘા બોર્ડર પર છોડવા જઈ રહી હતી. અકસ્માતમાં 4 પોલીસને ઈજા થઈ હતી.

રાધનપુર, સાંતલપુર અને ભાભર પંથકના રબારી સમાજના લોકો ભચાઉ તાલુકામાં વસવાટ કરે છે. ભાભરના સુથાર નેસડી ગામે એક મહિલાનું મૃત્યુ થયું હોઇ તેના બેસણામાં જવા શનિવારે રાત્રે ભચાઉના માલધારી સમાજના 45 જેટલા ભાઈઓ અને બહેનો મેટાડોરમાં નીકળ્યા હતા. રાત્રે 1-30 વાગે આડેસર ચેકપોસ્ટ પાસે આગળ જતી ટ્રકના પાછળના ભાગે મેટાડોર ઘૂસી જતાં પાછળ આવતી પોલીસ બસ મેટાડોર સાથે ધડાકા સાથે અથડાઈ પડી હતી. જેમાં મેટાડોરમાં બેઠેલા બે માલધારીના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે બીજા બે ઈજાગ્રસ્તોના પલાસવા ખાતે સારવાર દરમિયાન મોત થયા હતા. મેટાડોરમાં સવાર 24 જેટલા લોકો ઘાયલ થયા હતા.

ઘટનાની જાણ થતાં ચેકપોસ્ટ પરના પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્તોને સાંતલપુર, આડેસર, સામખિયારી, રાપર, નેશનલ હાઈવેની એમ્બ્યુલન્સ, 108 એમ્બ્યુલન્સ અને બે પ્રાઇવેટ વાહનો મારફતે સાંતલપુર, રાધનપુર, પાટણ અને મહેસાણા સુધી સારવાર માટે ખસેડાયા હતા. સ્થાનિક લોકો પણ મદદે પહોંચ્યા હતા.

કમનસીબ મૃતકો
રબારી મોતીભાઇ કાનાભાઇ (30)

રબારી સકતાભાઇ નારણભાઇ (70) બંને રહે. કપરૂપુર તા.ભાભર

રબારી વસ્તાભાઇ મેવાભાઇ (47)

રબારી સરતાભાઇ કમાભાઇ (45) બંને રહે.ગાંજીસર તા.સાંતલપુર

અન્ય સમાચારો પણ છે...