ભાભર તાલુકા કોંગ્રેસની કારોબારી મિટીંગ યોજાઇ

ભાભર : ભાભર રેસ્ટ હાઉસ ખાતે પ્રમુખ વશરામજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ગુરુવારે કારોબારી મિટિંગ યોજાઇ હતી. જિલ્લા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
ભાભર તાલુકા કોંગ્રેસની કારોબારી મિટીંગ યોજાઇ
ભાભર : ભાભર રેસ્ટ હાઉસ ખાતે પ્રમુખ વશરામજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ગુરુવારે કારોબારી મિટિંગ યોજાઇ હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ ગઢવી, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, જિલ્લાના કોંગ્રેસના પ્રભારીઓ, તાલુકા કોંગ્રેસના પદાધિકારીઓ, ભાભર શહેર કોંગ્રેસના પદાધિકારીઓ, તા.પં.ના પ્રમુખ,તા.પં.ના સદસ્ય, જિ. પં.ના સદસ્ય, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આવનારી લોકસભા ચૂંટણી વિશે તૈયારીઓ, ભાભર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોનું નવું માળખું બનાવવું અને વિવિધ કાર્યક્રમો આપવા વગેરે એજન્ડા બનાવવા માટે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા સૂચના અપાઇ હતી. ભાભર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે સતત બીજી વખત વશરામજી ઠાકોરને વિધિવત રીતે જાહેર કર્યા હતા.

X
ભાભર તાલુકા કોંગ્રેસની કારોબારી મિટીંગ યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App