બીયોક ગામના યુવકે પટોસણ ગામની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

યુવકે યુવતીના ભાઇને મારી નાખવાની ધમકી આપી, બે સામે ગુનો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
બીયોક ગામના યુવકે પટોસણ ગામની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
પટોસણ ખાતે રહેતી અને મુળ ભાભર તાલુકાની એક યુવતીને વાવ તાલુકાનાં બીયોક ગામનો અને હાલમાં પટોસણ રહેતો યુવક પખવાડિયા પહેલાં યુવતીનાં ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતુ.

ભાભર તાલુકાનાં અબાસણા ગામની યુવતી તેનાં પરિવાર સાથે પટોસણ ખાતે ખેડૂતનાં ખેતરમાં રહે છે. સામેના ખેતરમાં ભુપતજી રામચંદજી ઠાકોર (મૂળ રહે.બીયોક, તા.વાવ) જે પણ પટોસણમાં રહેતો હતો. જેને આ યુવતી સાથે બે વર્ષ પહેલાં ઓળખાણ થતાં મનમેળ થઇ ગયેલ હતો. ભુપતજી યુવતીના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી પખવાડિયા પહેલાં અસારાના રામસિંગ રાજપૂતનું બાઇક લઇને ભુપતજી ઠાકોરે અસારા ગામે રામસિંગ રાજપૂતના ખેતરે લઈ ગયો હતો. જ્યાં નવ દિવસ સુધી ભુપતજીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. પીડિત યુવતીએ ે ભુપતજી રામચંદજી ઠાકોર (રહે.બીયોક, તા.વાવ), રામસિંગ રાજપુત (રહે.અસારા, તા.વાવ) દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાની ફરિયાદમાં પોતાની જન્મ તારીખ કઈ છે તે યાદ ન હોય તેની ઉંમર કેટલી છે તે લખાવી ન હોવાથી મેડિકલ તપાસ બાદ ખબર પડશે કે યુવતી સગીર છે કે પુખ્ત છે.

X
બીયોક ગામના યુવકે પટોસણ ગામની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App