તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Bhabhar
 • ભાભર પાલિકાના પ્રમુખ ભૂગર્ભમાં ઉપપ્રમુખને પ્રમુખનો ચાર્જ સોંપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભર પાલિકાના પ્રમુખ ભૂગર્ભમાં ઉપપ્રમુખને પ્રમુખનો ચાર્જ સોંપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાભરપોલીસ જવાનના આપઘાત પ્રકરણમાં પાલિકાના પ્રમુખ સહિત આઠ આરોપી સામે ગૂનો દાખલ થયો છે. જેમાં હજુ એક આરોપી પકડાયો છે. બાકીના ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે પાલિકા પ્રમુખ સહિત ત્રણ આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જેની બુધવારે સુનાવણી હાથ ધરાશે. જ્યારે પાલિકા પ્રમુખનો ચાર્જ મહિલા ઉપપ્રમુખ ગમબાને સોંપાયો છે.

ભાભરમાં ચર્ચાસ્પદ બનેલા પોલીસ જવાનના આપઘાત પ્રકરણમાં પાલિકા પ્રમુખ વૈકુંઠલાલ ઠક્કર, પૂર્વ પાલિકા પ્રમુખ હરિલાલ આચાર્ય, પીએસઆઈ આર.જી. ચૌધરી અને બે બુટલગેર સહિત આઠ સામે ગૂનો નોંધાયો હતો. 12 દિવસથી પાલિકાના પ્રમુખ વૈકુંઠલાલ ઠક્કરનું આરોપીમાં નામ હોવાની પાલિકામાં હાજર રહી શકતા નહોતા. જેથી પાલિકાની વહીવટી કામગીરી ખોરંભે પડી ગઇ હતી. જેને લઇને સોમવારે જિલ્લા ભાજપના મહામંત્રી ઉમેદદાન ગઢવીની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. જેમાં ભાજપના મહિલા ઉપપ્રમુખ ગમબા કિતુભા રાઠોડને પ્રમુખપદનો ચાર્જ સોંપાયો હતો. બીજીતરફ ગૂનામાં આગોતરા જામીન માટે અરજી કરનારા આરોપીઓની દિયોદર કોર્ટમાં આગામી બુધવારે સુનાવણી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો