તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Bhabhar
  • ભાભરના રૂનીમાં દૂધેશ્વર મહાદેવ મંદિરે શિવકથામાં ભક્તો ઊમટ્યા

ભાભરના રૂનીમાં દૂધેશ્વર મહાદેવ મંદિરે શિવકથામાં ભક્તો ઊમટ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર તાલુકાના રૂની ગામે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગામમાં આવેલ સુપ્રસિદ્ધ દૂધેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં મહા શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાનો 16 ઓગષ્ટના રોજથી શુભારંભ કરવામાં આવ્યો હતો. જે 21 ઓગષ્ટના રોજ પૂર્ણ થશે.આ કથાના વક્તા પૂજ્ય આચાર્ય શ્રી શિવવદ દેવ (ભોરોલા વાળા) (હાલ રહે.સુરત) દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવે છે. કથા દરમિયાન બીલીપત્ર મહિમા, શિવ મહિમા, શક્તિ મહિમાથી ભક્તોને માહિતગાર કરવામાં આવ્યા હતા. શિવ વિવાહ મહિમાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા સાંભળવા મોટી સંખ્યામાં આજુબાજુથી ભક્તો ઉમટી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...