• Gujarati News
  • ઉજજનવાડા હત્યા કેસમાં પાંચની ધરપકડ

ઉજજનવાડા હત્યા કેસમાં પાંચની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજ તાલુકાના શીરવાડાના કાળુભાઇ મણીલાલ જોષીના લગ્ન ભાભર તાલુકાના ઉજજનવાડા ગામે કમુબેન ગણેશભાઇ રાવલ સાથે સાટામાં થયા હતા. દરમિયાન કાળુભાઇ જોષી સોમવારે તેમના કૌટુંમ્બિક ભાઇ વિષ્ણુભાઇ કાશીરામ જોષી(ઉ.વ.૨૨)ને સાથે લઇ પોતાના પત્નીને લેવા માટે ઉજજનવાડા ગયા હતા. જયાં રકઝક થતાં કાળુભાઇના સાસરીયાં ઉશ્કેરાઇ ગયા હતા.જેમણે ધારીયા -લાકડી વડે હૂમલો કરતાં સાથે આવેલા વિષ્ણુભાઇ જોષીના માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મોત નિપજયું હતું. જયારે કાળુભાઇ ને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ ભાભર અને ત્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કાળુભાઇની બહેને ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પાંચ વ્યકિતઓ સામે ગુનો નોંઘ્યો છે. જેમાં બુધવારે પોલીસે ખેતાભાઇ ગણેશભાઇ રાવલની અટકાયત કરી હતી.
જયારે નાસતા-ફરતા ઇજાગ્રસ્તના સસરા ગણેશભાઇ જેમલભાઇ રાવલ, સાસુ હેમાબેન ગણેશભાઇ રાવલ, પિત્ન કમુબેન ગણેશભાઇ રાવલ,અને સાળી નિરૂબેન ગણેશભાઇ રાવલને ગુરુવારે પોલીસે ઝડપી લીધા હતા. આથી આ હત્યાકેસમાં સંડોવાયેલા પાંચેય વ્યકિતઓ ઝડપાઇ જતાં પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાસરીપ ાના પાંચની ધરપકડ કરાઇ