તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુચરાજીમાં મોબાઇલ ચોરતી ટોળકી ઝડપાઇ, 9 મોબાઇલ ચોરી કબૂલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| બહુચરાજી પોલીસે ચાર્જિંગમાં અને ઓશીકા નીચે મૂકેલા મોબાઇલ ચોરતી ટોળકીને પકડી છે. પોલીસે ઝડપેલા 3 ચોરોએ 9 મોબાઇલ ચોરી કબૂલી છે. પોલીસે શુક્રવારે તમામને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ કાર્યવાહી કરી ચોરેલા 7 મોબાઇલ કબજે લીધા છે.

ધરપકડ કરાયેલા ત્રણે યુવકો બહુચરાજીના સાપાવાડા ગામના, રાત્રે ચાર્જિંગમાં કે ઓશીકા નીચે મૂકેલા મોબાઇલ ઉઠાવી લઇ જતા હતા
સાપાવાડા ગામ પાસે કેટલાક યુવકો મોબાઇલ વેચવાની વેતરણમાં હોવાની બાતમી આધારે બહુચરાજી પીઆઇ એ. એલ. આચાર્યએ શંકાના આધારે 3 યુવકોની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં તે સાપાવાડાના લાલાજી ગાંડાજી ઠાકોર, લાલાજી શીવાજી ઠાકોર અને ધર્મેન્દ્ર ઉર્ફે જીતુજી લક્ષ્મણજી ઠાકોર હોવાની ઓળખ થઇ હતી. પોલીસ પૂછપરછમાં ભાગી પડેલા આ ત્રણે યુવકોએ કુલ 9 મોબાઇલ ચોરી કબૂલી હતી. જેમાં આજથી દોઢ મહિના પૂર્વે બહુચરાજીની મણિધર સોસાયટીમાં રહેતા બાબુલાલ સરોજ સોનુંએ તેમના મકાનના દરવાજા પાસે ચાર્જિંગમાં મુકેલો રૂ.6 હજારનો મોબાઇલ ચોરી કર્યો હતો. ગત 27 સપ્ટેબરે રાત્રે બેચર ગામે શ્રીવાસ્તવ દિનેશકુમાર ભૈયાલાલ અને તેમના મિત્ર કિરપાલસિંહ નાથુરામ ઘરે સૂઇ ગયા હતા તે સમયે તેમનો રૂ.23 હજારની કિંમતના બે મોબાઇલ ચોર્યા હતા. આજ રીતે અઢી મહિના પૂર્વે આ ચોર ટોળકીએ બહુચરાજીમાં ગોકુલધામ નજીક રહેતા રાજેશકુમાર સુદામારામ અને તેમના સાથીએ રહેણાંક મકાનમાં ઓશીકા નીચે મુકેલા કુલ 3 મોબાઇલ ચોરી ગયાનું ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...