મોઢેરાના સૂર્ય મંદિર તળાવની 60 લાખના ખર્ચે સંરક્ષણ દીવાલ બનશે

ફીંચડી અને સૂરજ રોડ માટે રૂ.90 લાખ મંજૂર

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:45 AM
મોઢેરાના સૂર્ય મંદિર તળાવની 60 લાખના ખર્ચે સંરક્ષણ દીવાલ બનશે
મોઢેરા ગામે ઐતિહાસિક સૂર્ય મંદિરની સામે આવેલા તળાવમાં પાણીનો સંગ્રહ થઇ શકે તે માટે તળાવની સંરક્ષણ દીવાલ રૂ.60લાખના ખર્ચે તૈયાર કરાશે. જયારે રૂ.90લાખના ખર્ચે ફીંચડી અને સૂરજ ગામના એપ્રોચ રોડના સમારકામ માટે મંજૂર થયા છે.

બહુચરાજી તાલુકાના અંતરિયાળ ફીંચડી અને સૂરજ ગામને જોડતો માર્ગ વર્ષો પહેલા બનાવેલો હોઇ હાલ ઠેર-ઠેર તૂટી ગયો છે. જેને લઇ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોઇ ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને લેખિત રજૂઆત કરાઇ હતી. જેને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફીંચડી ગામના 2.60કિમીના રોડ રૂ.50 લાખ અને સૂરજ ગામના 2.02 કિમીના રોડ માટે રૂ.40લાખ મંજૂર કરી જોબ નંબર ફાળવી દેવાયા છે. એજ પ્રમાણે મોઢેરા સૂર્ય મંદિરની સામે આવેલા તળાવ માટે રૂ.60લાખની માતબર ગ્રાન્ટ મંજૂર કરાઇ છે.

બોટિંગની સુવિધા કરો

સૂર્યમંદિર તળાવનો વિકાસ કરી પાણી ભરી બોટિંગની સુવિધા કરવામાં આવે તો પર્યટન ક્ષેત્રને મોટો ફાયદો થઇ શકે તેમ છે. ભૂતકાળમાં ગ્રાન્ટ ફાળવ્યા પછી કોઇ કામ નહીં થતાં સ્થિતિ આજે જૈસે થે જોવા મળ રહી છે.

X
મોઢેરાના સૂર્ય મંદિર તળાવની 60 લાખના ખર્ચે સંરક્ષણ દીવાલ બનશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App