બહુચરાજીમાં વારંવાર ફોલ્ટથી લાઇટો ડૂલ થતાં લોકોને હાલાકી

આઠથી દશ ગામ વચ્ચે માત્ર એક જ હેલ્પર

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:45 AM
બહુચરાજીમાં વારંવાર ફોલ્ટથી લાઇટો ડૂલ થતાં લોકોને હાલાકી
તીર્થધામ બહુચરાજી તેમજ આસપાસની ગ્રામ્ય જનતા વીજફોલ્ટના કારણે વારંવાર ઉભી થતી સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગઇ છે. ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ થતાં જ લાઇટો ડૂલ થઇ જાય છે. જેના લીધે ખાસ કરીને વેપારી મથક બહુચરાજીમાં માઠી અસર થઇ રહી છે.

બહુચરાજી વેપારી એસો.ના ઇ.પ્રમુખ ચંપકલાલ શાહના જણાવ્યા મુજબ રોજ બે થી ત્રણવાર લાઇટો જતી રહે છે. વેપાર-ધંધા પર માઠી અસર થઇ રહી છે. બહુચરાજી યાત્રાધામ,વેપારી મથક હોવા ઉપરાંત હવે ઓટો મોબાઇલ કંપનીઓના કારણે ચારે દિશામાં વિસ્તાર વધ્યો છે,ત્યારે વીજ કંપની દ્વારા બહુચરાજી શહેરમાં હાલમાં માત્ર ત્રણ હેલ્પર છે. તેની જગ્યાએ સ્ટાફ વધારે તો જ આ સમસ્યા હળવી થઇ શકે છે. જિલ્લા સંકલન સમિતિની ગત બેઠકમાં ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ રજૂઆત કરી હતી.

X
બહુચરાજીમાં વારંવાર ફોલ્ટથી લાઇટો ડૂલ થતાં લોકોને હાલાકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App