તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુચરાજી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા સરપંચોની માંગણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી તાલુકા પંચાયતમાં ટીડીઓના અધ્યક્ષસ્થાને યોજાયેલી સંકલનની બેઠકમાં સરપંચો દ્વારા તાલુકામાં ત્રૂટક ત્રૂટક વરસાદ પડ્યો હોઇ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માગ કરાઇ હતી. જે અંગે તાલુકા પંચાયત દ્વારા સરકારમાં રજૂઆત કરવા નક્કી કરાયું હતું. ઉપરાંત, તલાટીઓની અનિયમિત હાજરી તેમજ વિકાસના કામોને મંજૂરી આપવામાં થતાં વિલંબ સહિતના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવા ખાતરી અપાઇ હતી.

બહુચરાજી તાલુકાના કેટલાક ગામોમાં તલાટીઓની ઓછી હાજરી, વિકાસના કામોની મંજૂરીમાં વિલંબ, તાલુકા પંચાયતમાં ખાલી જગ્યાઓ ભરવા સહિતની માંગ સાથે તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ દેવાંગ પંડ્યાની આગેવાનીમાં તાજેતરમાં 52 ગામોના સરપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારી કે.એસ. ત્રિવેદીને આવેદનપત્ર અપાયું હતું. જેના અનુસંધાને તાલુકા પંચાયતમાં સૌપ્રથમવાર સરપંચો, તલાટીઓ અને તાલુકા પંચાયત સ્ટાફની સંકલન મિટિંગ યોજાઇ હતી. જેમાં તાલુકાના તમામ 52 ગામોના સરપંચો હાજર રહ્યા હતા. બેઠકમાં સરપંચો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની ચર્ચા બાદ સુમેળપૂર્ણ ઉકેલ લવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...