લગ્નનો ખર્ચ માગતા ભાઇઓ ઝઘડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીના સાપાવાડા ગામે લગ્નના ખર્ચ અને જમીનના ભાગ બાબતે બે સગા ભાઇઓ ઝઘડી પડ્યા હતા. જેમાં દંપતીએ કરેલા હુમલામાં એક ભાઇને ગંભીર ઇજા થઇ હતી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સાપાવાડા ગામે નીચલા વાસમાં રહેતા ઠાકોર મનુજી શંભુજીએ તેના ભાઇ ઠાકોર સાદુલજી શંભુજીના લગ્નનો ખર્ચ કર્યો હતો. તે ખર્ચ માગતાં, જમીનના ભાગની માગણી કરી હતી. જેમાં સાદુલજીએ ગુસ્સે ભરાઇને ધારિયું, તેની પત્ની રૂપાબેને લાકડી મારતાં ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...