• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • મેઘરાજા હવે તો પધારો, બહુચરાજીમાં બહેનોએ ઢુંઢિયા બાપજી કાઢ્યા

મેઘરાજા હવે તો પધારો, બહુચરાજીમાં બહેનોએ ઢુંઢિયા બાપજી કાઢ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાને એક મહિનો થવા આવ્યો પણ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા હજુ મનમૂકીને વરસ્યા નથી. જેને લઇ કોરાર વાવણી કરીને બેઠેલા ખેડૂતોના મનમાં વાવેતરને લઇ ઉચાટ છે, તો બીજીબાજુ પશુઓ માટે ઘાસચારો અને પાણીને લઇ ચિંતા જોવા મળી રહી છે. ત્યારે બહુચરાજી નગરની બહેનોએ બુધવારે મેઘરાજાને રિઝવવા ઢુંઢિયા બાપજીને માથે મુકીને મહોલ્લા, પોળોમાં જઈ ઢુંઢિયા બાપજી ઉપર પાણીનો અભિષેક કરાવી વહેલાસર પધારવા વિનવણી કરી હતી. બહેનો ગ્રામ પંચાયતે ઢુંઢિયા બાપજીને લઈને આવતાં સરપંચ દેવાંગ પંડ્યા, તલાટી રાજુભાઈ ચૌધરી, હર્ષદભાઈ પટેલ (મંત્રી), રમેશભાઈ દવે વગેરેએ અભિષેક કરી મેઘરાજાને વહેલાસર પધારવા પ્રાર્થના કરી હતી. તસવીર - હર્ષ મહેતા

અન્ય સમાચારો પણ છે...